ગુજરાતની દીકરીએ USAથી મોકલ્યા રૂ. 35 કરોડના રેમડેસિવિર ઇન્જેક્શન
કોરોના મહામારીએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ભારત પણ આ મહામારીની ચપેટમાં આવી ગયુ છે. ભારતભરમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટતા લોકો દવાથી લઈ ઓક્સિજન માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા છે જે નિ:સ્વાર્થ ભાવે લોકોની મદદ કરી રહ્યા છે, ત્યારે વલસાડ તાલુકાના એક નાનકડા ગામની દીકરીએ USAથી પોતાના દેશ ભારતમાં મદદ મોકલી છે. હાલ અમેરિકામાં રહેતા રૂપાબહેને ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઇન્જેક્શનનું કાન્સાઇન્મેન્ટ દાન પેટે મોકલ્યું છે.
ગુજરાતના પારડી તાલુકાના દસવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટૂભાઈ દેસાઈના દીકરી રૂપા દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઇન્જેક્શનનું કન્સાઇન્મેન્ટ મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના વ્યક્તિની એસ.કે. એજન્સીએ કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોપ્યું છે.
રૂપા દેવાંગ નાયક દસવાડાના કાળિદાસ નાયકના પુત્રવધૂ છે. જેઓ મફતલાલ ગ્રૂપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા ઉપર ફરજ બજાવતા હતા. રૂ. 35 કરોડના આ જીવનરક્ષક ઇન્જેક્શનના દાન થકી આ પરિવારે અનેક લોકોના આશીર્વાદ મેળવ્યા છે.
Recent Comments